

લાઈફ લિંકસ વિદ્યાલયના પ્રમુખ જયંતિભાઈ બારૈયા, ટ્રસ્ટી હિતેનભાઈ બારૈયા, આચાર્ય મનોજભાઈ કગથરા તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ તા. 04/04/2019 ના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને મતદાન વિશે જાગૃત કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.
સવારે પ્રાર્થના સભામાં પ્રમુખ, ટ્રસ્ટી, આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને મતદાન વિશે સમજ આપી. ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં જનતાની સરકાર ચાલે છે. મતદાન એક એવુ સાધન છે જેનાથી દેશના જન જાતિ સ્વયંનુ દેશનો વિકાસ નક્કી થાય છે. જે લોકો દેશ માટે નિર્ણય લે છે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.'મજબૂત લોકશાહી સૌની ભાગીદારી' આજની દ્રષ્ટિએ પહેલો નાગરિક ધર્મ મતદાન છે.
લોકો જાગૃત થાય તે માટે વિદ્યાર્થીઓ સંખ્યાબદ્ધ રેલીમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરો દ્વારા ટંકારા મુખ્ય બજારમાં'મતદાન લોકશાહીનો રાજા' મતદાન જાગૃતિ રાષ્ટ્રની જાગ્રુતિ,મતદાન એક રાષ્ટ્રીય પર્વ, મારી તાકાત મારો મત, હું અવશ્ય મતદાન કરીશ, મતદાન તા. 23 એપ્રિલ.. જેવા સુત્રોચ્ચારથી અને પોસ્ટરો થી રેલી ને આગળ વધારી.