



રાષ્ટ્રીય પોષણ માહ (હર ઘર મેં પોષણ ત્યોહાર) સપ્ટેમ્બર ૨૦૧૮ ની ઉજવણી નિમિતે જીલ્લા કક્ષાએ પોષણ જાગૃતિ સબબ તા. ૦૧-૦૯-૧૮ ના રોજ સવારે ૯ કલાકે આંગણવાડી કેન્દ્ર, વજેપર રોડ મોરબી ખાતેથી રેલીનું આયોજન કરેલ છે જેમાં આઈસીડીએસ, આરોગ્ય તેમજ શિક્ષણ અને ડીઆરડીએ વિભાગના શાખાધિકારી તેમજ તમામ મહિલા કર્મચારી જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, મુખ્ય સેવિકા, આશા વર્કર સહિતના ઉપસ્થિત રહેશે તેમ જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાની યાદી જણાવે છે



