

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધન સમાન રક્ષાબંધનનો પર્વ નજીક છે ત્યારે પોતાના લાડકા ભાઈ માટે બહેનો હોશભેર રાખડીની ખરીદી કરી રહી છે બજારમાં રાખડીની ખરીદીએ જોર પકડ્યું છે તો ભૂદેવો માટે સમૂહ યજ્ઞોપવિત્ર ધારણ કરવાનો કાર્યક્રમ યોજાશે
રક્ષાબંધનના પર્વને પગલે શહેરની મુખ્ય બજારોમાં રાખડીની ખરીદી વધી રહી છે વિવિધ કરતું કેરેક્ટર, ભાઈ-ભાભી રાખી, છોટા ભીમ અને ચુટકીની રાખડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને મોરબીની બજારમાં રાખડીનું વેચાણ વધી રહ્યું છે તે ઉપરાંત રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે ભૂદેવો જનોઈ બદલે છે જેના માટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તા. ૨૬ ને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ કલાકે મોરબી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, વાંકાનેર દરવાજા મોરબી ખાતે યજ્ઞોપવિત્ર ધારણ વિધિ યોજાશે
જેમાં શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ આચાર્યપદ પર બિરાજશે તો ભાઈ બહેનના પવિત્ર બંધનના પર્વ એવા રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભૂદેવો સહિતના જનોઈધારીઓ જનોઈ બદલશે અને પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે



