Billboard ad 1150*250

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના સમયે પ્રશસનીય કામગીરી કરવા માટે રાજપુત સમાજે જીલ્લા કલેકટરને અભિનદન પાઠવ્યા

0 565

મોરબી રાજપુત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને અતિવૃષ્ટિના સમયે પ્રસશનીય કામગીરી કરવામાં બદલ આજ રોજ અભિનંદન પાઠવ્યું હતું.તેમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ચાલુ ચોમાસુ સિઝનમાં ભારે વરસાદ અને ભયંકર પુરની પરિસ્થિતિમાં આપ દ્વારા લેવાયેલા તવરીત નિર્ણયો અને આપની આગવી સુઝથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા યોગ્ય સમયમાં પગલાથી જાન-માલનું ખુબ ઓછુ નુકશાન થવા પામેલ છે.

ટંકારા તાલુકામાં થયેલ ભારે વરસાદમાં આપની સતત ઉપસ્થિતિમાં તાત્કાલિક બીજા જ દિવસે આજુ-બાજુના ગામડાના લોકોની નુકશાનીનું વળતર અને સહાય મળી જે ખરેખર ઉદાહરણરૂપ બાબત છે.ત્યાર બાદના ભારે વરસાદમાં રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત દ્વારા હેલીકોપ્ટરની વ્યવસ્થા કરાવી માળિયા તાલુકાના ગામોમાં રેસ્ક્યુ કરાવી અનેક માનવજિંદગીઓનો આબાદ બચાવ પણ સમાજ પ્રત્યેની ઉતમ નિષ્ઠાનું ઉદાહરણ છે.

મચ્છુ-૨ ડેમ તુટવાની ખોટી અફવાથી મોરબીના લોકોમાં ફેલાયેલા ગભરાટની પરિસ્થિતિના સમયે ત્વરિત ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અફવાઓનું ખંડન કરતો આપનો સંદેશ લોકો માટે રાહતના સમાચાર હતા.મોરબી જીલ્લાના ઇતિહાસમાં વર્ષ-૨૦૧૭નો વરસાદ સૌથી વધુ નોધાયેલ છે ત્યારે ભારે વરસાદ અને પવનમાં પણ મોરબી શહેરમાં વીજ પ્રવાહ સતત ચાલુ રહેલ જેથી લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શક્યા અને ટેલીવિઝનના માધ્યમથી તમામ પરિસ્થિતિથી વાકેફ રહી શક્યા જે પી.જી.વી.સી.એલ.ની મોટી સિદ્ધિ છે,જેનું શ્રેય પણ જીલ્લા વહીવટી તંત્રના ફાળે જાય છે.

તેમજ અંતે જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં આવી પડેલી કુદરતી અપાતીના સમયે દિવસ-રાત જોયા વગર આપે અવિરત :માનવ સેવા એજ પ્રભુ સેવા”ના સિધ્ધાંતને અનુસરી ઉમદા વ્યક્તિત્વના દર્શન કરાવેલ છે ત્યારે એક જવાબદાર સમાજિક સંગઠન મોરબી રાજપૂત સમાજ આપની કામગીરીને બિરદાવતા ગર્વની લાગણી અને ધન્યતા અનુભવે છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat