Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ પદે રાજુભાઈ ભંભાણી વિજેતા 

રાજુભાઈ ભંભાણીને 159, જ્યારે મણીલાલ વિઠલાણીને 133 મતો મળ્યા

 

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં રાજુભાઈ ભંભાણી વિજેતા બન્યા છે

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ૬૮૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે જે સોસાયટીમ વિવિધ કામો સમયસર થાય તે માટે પ્રમુખની ચુંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે ચુંટણી માટે સોસાયટીના રહીશોએ મતદાન કર્યું હતું ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણીને ૧૫૯ મતો મળ્યા હતા અને મણીલાલ મોહનભાઈ વિઠલાણીને ૧૩૩ મતો મળ્યા હતા જેથી રાજુભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

જે ચુંટણી કામગીરીમાં આવાસ યોજનાના અગ્રણીઓ જનક રાજા, મહેન્દ્રભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ પિત્રોડા સહિતનાઓએ સેવા આપી વ્યવસ્થા સાંભળી હતી

Comments
Loading...
WhatsApp chat