


મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે તાજેતરમાં દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટના યુવરાજ માધાંતાસિંહ, ધ્રુવનગરના ધ્રુવકુમારસિંહ જાડેજા, માથકના સુખદેવસિંહ ઝાલા, જયદીપ એન્ડ કંપનીના અગ્રણી દિલુભા જાડેજા, મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ અને દશેરા શસ્ત્ર પૂજન મહોત્સવમાં આર્થિક અનુદાન આપનારા સમાજના ૯૪ ભામાશાના શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત શકત શનાળાના યુવાનોની મંડળી દ્વારા તલવાર રાસ પણ રજુ કરવામાં આવ્યો હતો જેને મહેમાનોએ માણ્યો હતો.


