


ભાવનગર જીલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ તથા સમાજના અગ્રણી દાનસીંગભાઈ મોરી ખોટી રીતે રાજકીય કિન્નાખોરીનો ભોગ બનતા તેને અટકાવવા મામલે હળવદ ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યું છે કે ભાવનગર જીલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ અને સમાજના આગેવાન દાનસીંગભાઈ મોરી કે જેઓ હંમેશા પ્રમાણિકતા અને વફાદારી પૂર્વક સમાજ સેવક રહેલ છે અને કયારેય પણ ખોટા કામોમાં સાથ-સહકાર આપેલ નથી.અમારા સમાજના પતિષ્ઠીત વ્યક્તિ દાનસીંગભાઈ મોરી કે જેઓ ગૌચરની જમીન માટે લડી રહ્યા છે.બુધેલ ગામામાં રોડ ટચ આવેલી ગૌચર જમીન પચાવી પાડવાના હેતુ થી ભાવનગરના જ એક રાજકીય વગ ધરાવતા અને સતાધારી પક્ષના પ્રદેશ પ્રમુખ જીતું વાધાણીએ દાનસીંગભાઈને ખોટા કેસમાં ફસાવી રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવેલ છે.જીતું વાધાણી દ્વારા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને દાનસીંગભાઈને અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત વિગતે અને હકીકતે સમાજના પ્રમાણિક નાગરિક અને ગામના વિકાસમાં અમુલ્ય સિહ ફાળો આપેલ છે એવા દાનસીંગભાઈને ખોટા કામોમાં સાથ ન આપવાની કિન્નાખોરી રાખી ખોટી રીતે માનસિક,આર્થીક તથા રાજકીય રીતે તોડી પડવાની યોજના ફળીભૂત ણ થાય તે હેતુસર આવેદન આપવામાં આવ્યું છે.
અને અંતે જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરીના બનાવો સતાપક્ષના હોદેદારો દ્વારા અવારનવાર થતા હોય છે અને તેમાં સરકારી મશીનરીનો દૂરપ્રયોગ થતો હોય છે.આ સમગ્ર વિષયને ધ્યાને લય આવી અન્યાયની ધટનાઓ રોકીવા અને લોકશાહીની હિત જાળવવા પગલા લેવા વિનતી કરી હતી અને આ બનાવમાં જો ન્યાય નહિ મળેતો સમાજ ઉગ્રમાર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.