રાજકોટની શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરી, ફોટો-વિડીયો બનાવી ધમકી આપી

શિક્ષિકાની સગાઇ થઇ ગઈ હોય જે ભાંગવાના પ્રયાસો કર્યા

મોરબીમાં શિક્ષક સંઘના પ્રમુખ રહી ચુકેલા ભૂતપૂર્વ શિક્ષકે મહિલા શિક્ષિકા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેના ફોટો વિડીયો બનાવી સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

રાજકોટના રહેવાસી અને વાંકાનેર તાલુકામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ મોરબી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હોદો ધરાવતા વિજયભાઈ સરડવા સાથે ઓળખ થઇ હતી જેને મિત્રતા કેળવી બાદમાં રાજકોટના ફ્લેટમાં લઇ જઈને તેને લલચાવી લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને તેના લગ્ન થઇ ચુક્યા હોવા છતાં પત્નીને છુટાછેડા આપવાનું જણાવીને અનેક વખત શરીર સંબંધ બાંધી ફોટો અને વિડીયો બનાવી તેમજ મિત્રતા દરમિયાનના મેસેજ અને પત્રો રાખ્યા હતા

જે સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હતી તેમજ શિક્ષિકાની સગાઇ થઇ હોય જેના ભાવી પતિને ફોન કરીને સગાઇ તોડવાના પ્રયત્નો કર્યા હોવાનું જણાવ્યું છે પોલીસે દુષ્કર્મ તેમજ ધમકીઓ આપવા ઉપરાંત આઈટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat