Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પટેલ યુવાનને શીશામાં ઉતારી રાજકોટની યુવતીએ ખંખેરવાનો પ્રયાસ કર્યો

મોરબીની સતાધાર સોસાયટીમાં રહેતા મનીષ ગોવિંદ પટેલને રાજકોટમાં ડાંગર-3 માં રહેતી હેતલ ઉર્ફે નંદની લાલજી ઉમરાણીયા સાથે દોસ્તી થઈ હતી. ગત તા.14ના રોજ કાલાવડ રોડ પર યુવતીએ મનીષને તેના ઘેર લઈ ગઈ હોત થોડીવાર બેસ્યા બાદ યુવતીના સાગરીતો બળવંત મનવીરભા ચાવડા (રહે. મણીનગર), જયદીપ ઉર્ફે લાલો કેતન સિસોદીયા (રહે. અમીન માર્ગ), મુકેશ હરી સોલંકી (રહે. એસએનકે પાછળ) અને રાહલ ઉર્ફે મેઘો હેરભા નામના ચાર શખસો આવી પહોંચ્યા હતા અને યુવતી સાથે તું છેડતી કરે છે તેવો આક્ષેપ મુકીને અમે પોલીસવાળા છીએ તેવી ખોટી ઓળખ આપી હતી. તેટલું જ નહીં યુવાનને ઢીકાપાટુનો માર મારીને સ્કોર્પીયો ગાડીમાં ઉઠાવી જઈને ૩૫૦૦ લુટી લીધા હતા.આ બાદ મનીષાના પિત્રાઈ ભાઈ અને સંબધીઓને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી.અંતે ૧૫ લાખની માગણી કરી હતી પરંતુ છેલ્લે ૭ લાખ તું કાલે મોરબીથી લાવીને આપી જ જે તેમ કહી ધમકાવીને છોડી મુક્યો હતો. ત્યાર બાદ આ શખસો તેને વારંવાર ફોન કરી નાણાંની માગણી કરી બ્લેકમેઈલ કરવા લાગ્યા હતા. છેવટે મનીષ પટેલે ગઈકાલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી હેતલ ઉર્ફે નંદની, બળવંત, જયદીપ અને મુકેશની ધરપકડ કરવામાં આવી હતી. જયારે રાહલ અને નેહા નામની યુવતીને ઝડપવા યુનીવર્સીટી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat