Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગાજા પ્રકરણમાં રાજકોટની મહિલાના એક દિવસના રિમાન્ડ મંજુર

મોરબીમાં ગાંજાની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ અન્ય એક આરોપી ઝડપાયા બાદ ત્રણેયના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો ગાંજા પ્રકરણમાં પોલીસે રાજકોટની મહિલાની પણ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના શનાળા રોડ પરના રામચોક ખાતે વોચ ગોઠવી પોલીસની ટીમે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઇસમોને આંતરી લઈને રીક્ષામાંથી ૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પીતાંબર મારવાડી એમ બે ઇસમોને દબોચી લીધા હતા આને ગાંજાનો જથ્થોની કિંમત ૫૭૪૦૭ સાથે કુલ મળી ૮૩,૬૬૮ નો મુદમાલ જપ્ત કર્યો છે હતો અને વધુ તપાસ એ ડીવીઝન પોલીસને સોપવામાં આવતા એ-ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ ચલાવી રહ્યા છે તેમજ અન્ય એક આરોપી મહમદ બચું ગાલમને ગાંધીચોક નજીકથી ઝડપી લેવાયો હતો અને આરોપીઓના ૨૧ તારીખ સુધીના રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે તો ગાંજાનો આ જથ્થો રાજકોટથી એક મહિલા આપતી હોવાની કેફિયત આરોપીઓએ આપી હતી જેથી પોલીસે રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતી રસીદાબેન ઉર્ફે રોશનબેન અમીનભાઈ સંધી જે મોરબી લીલાપર રોડ પર તેના ભાઈ ઘરે આવતી હોવાની માહિતી મળતા તેની અટક કરી અને તેને ૩ દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવામાં કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.તો રિમાન્ડ દરમિયાન ગાંજાનો આ જથ્થો તેની પાસેથી ક્યાંથી આવ્યોં અને કેટલા સમયથી આ જથ્થો વેચાણ કરતી અને કોને કોને વેચાણ કરતી તેની વધુ તપાસ પોલીસ ચાલવી રહી છે

Comments
Loading...
WhatsApp chat