રાજકોટ : મોઢાના સૌથી મોટા કેન્સરનું કેન્સર નિષ્ણાંતોએ કર્યું સફળ ઓપરેશન



ધોરાજીના દર્દીને મળ્યું નવજીવન
ધોરાજીના એક દર્દીને મોઢાનું કેન્સર હોય જેને ખાનગી હોસ્પિટલમાંથી સારવાર માટે નનૈયો ભણી દેવામાં આવ્યા બાદ રાજકોટના બે કેન્સર નિષ્ણાંતોએ ઓપરેશનનું બીડું ઝડપ્યું હતું અને દર્દીનું સફળ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના રહેવાસી સિકંદરભાઈ કુરેશી (ઉ.વ.૩૭) ને મોઢાનું કેન્સર હોય જેને ખાનગી કેન્સરની હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું જોકે હોસ્પિટલ ખુબ જ મોડું થયું હોય ઓપરેશન શક્ય ના હોવાનું જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ સિકંદરભાઈએ સૌરાષ્ટ્ર કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ રાજકોટમાં ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ડો. કલીન્દ્ર ભલાણી (ઈ એન્ડ ટી તથા હેડ નેક કેન્સર નિષ્ણાંત) તથા ડો. હિમાંશુ કોયાણી (કેન્સર નિષ્ણાંત) દ્વારા દર્દીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને તા. ૦૨-૦૪ ના રોજ બંને નિષ્ણાંત ડોક્ટરોએ સતત છ કલાક સર્જરી કરી સિકંદરભાઈના મોઢાના કેન્સરનું કોમ્પોજીટ રીશેકશાન અને ફ્લેપ (કમાંડો ઓપરેશન) કરીને દર્દીને નવજીવન આપ્યું છે મોઢાના મોટા કેન્સરના ઓપરેશનમાં રાજકોટ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડો. કપિલ કાછડીયા પણ રોકાયેલ હતા મોઢાના કેન્સરનું સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપનાર તબીબોની ટીમનો દર્દીના સગાએ આભાર માન્યો હતો ઓપરેશન કરનાર ડો. ક્લીન્દ્ર ભલાણી, ડો. હિમાંશુ કોયાણી અને સરકારી હોસ્પિટલના ડીન ડો. મનીષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોની આંખો ખુશીથી છલકાઈ હતી
સફળ ઓપરેશન કરનાર ડો. ક્લીન્દ્ર ભલાણી જણાવે છે કે તમાકુના સેવનથી મોઢામાં થતા કેન્સરના પ્રથમ લક્ષણમાં લાંબા સમયથી ન દુખતું અને ન રૂન્ઝાતું ચાંદુ હોય તો નજીકના ડોક્ટરને દેખાડીને નિદાન કરાવવા પણ ભારપૂર્વક જણાવ્યું છે