રાજકોટ : ઇન્દિરા સર્કલ નજીક નેપાળી ગેંગનો તરખાટ, રૂ. ૩૫ લાખની લૂંટને અંજામ આપી ફરાર…

પોલીસે આરોપીની તસ્વીર જાહેર કરી, માહિતી આપવા અપીલ 

 

        રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી ઘટના સામે આવી હતી. જ્યાં રાજકોટના પોશ ગણતા ઇન્દિરા સર્કલ વિસ્તારની નજીક આવેલા એક મકાનમાં નેપાળી દંપતી સહિતના ચાર ઇસમોએ રૂ ૩૫ લાખની લૂંટને અંજામ આપી ફરાર થયું છે જે બનાવ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

        આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે ઈન્દીરા સર્કલ પાસે આવેલ એક મકાનમાં એક નેપાળી યુવક તથા તેની પત્નીએ દાગીના તથા રોકડ રૂપીયા મળી કુલ રૂ.૩૫ લાખના મત્તાની લૂંટ કરી ફરાર થયા હતા. જેમાં ત્રણ પુરુષ તથા એક સ્ત્રી છે. જેમાં એક પુરુષે લાલ કલરનું ટી શર્ટ પહેરેલ છે. હાલ પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે. અને આ અંગેની જાણ કોઈ પ્રજાજનને થાય તો યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ફોન નં:૦૨૮૧-૨૫૭૫૧૨૪, રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ફોન નં:૦૨૮૧-૨૪૫૭૭૭૭ તથા  પોલીસ ઇન્સ.એ.બી.જાડેજા ફોન નં: ૯૬૮૭૫૦૦૧૧૧ પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

        નોંધનીય છે કે ઇન્દિરા સર્કલ નજીકનો વિસ્તાર શહેરનો અત્યંત પોશ વિસ્તાર છે અને અહીં જ તસ્કરી થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને દબોચી લેવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat