રાજકોટ લોકસભા બેઠક, ૩૦૦ થી વધુ ગાડીઓના કાફલા સાથે મોહન કુંડારિયા રાજકોટ પહોચ્યા

સૌરાષ્ટ્ર કચ્છની મહત્વની રાજકોટ લોકસભા મત વિસ્તાર પર સૌની નજર છે ત્યારે માજી કેન્દ્રીય કૃષિ મઁત્રી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આજે રાજકોટ લોકસભા મતવિસ્તાર માંથી પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહેલ મોહનભાઇ કુંડારીયાએ પોતાના વતન ઉંચી માંડલ નજીક ધારેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીના પૂજન અર્ચન કર્યા બાદ મોરબીના શકત શનાળા ગામે આવેલ સુપ્રસિદ્ધ શક્તિ માતા ને શીશ નમાવી જીતના આશાવાદ સાથે રાજકોટ પોતાનું નામાંકન પત્રક ભરવા ૩૦૦ થી વધુ ગાડીના કાફલા સાથે મોરબીથી પ્રસ્થાન કર્યું હતું.

 તેમજ મોહનભાઈના સમર્થનમાં મોરબી ઉધોગપતિઓ મોટી સંખ્યામાં રાજકોટ પહોચ્યા હતા.સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પોતાની જીત પોતાના કાર્યકરો અને પાર્ટીના વફાદાર પરિવારના સદસ્યો સહીત સમગ્ર રાજકોટવાસીઓ અને જિલ્લાના તમામ પ્રતિનિધિઓના સહકાર સાથે પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.તેમજ આજે વિજય મુહર્તમાં રાજકોટ થી પોતાનું નામાનાંકન પત્રક  ભરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લા ના પોતાના તમામ મતદારો અનેરા ઉત્સાહ ઉમઁગ સાથે મારી સાથે છે અને ગત ચૂંટણીમાં મારી સામે હતા તેવા કુંવરજીવભાઈ બાવળીયા પણ આ વખતે અમારી સાથે છે ત્યારે ત્રણ લાખ જેટલા મત સાથે જીત મેળવિશુ તેવો આશાવાદ વ્યક્ત કરેલ. અમારા અને પાર્ટીના કાર્યકરોની પરિવાર ભાવના અને દેશના સુકાની નરેન્દ્રભાઈના વડપણ માં રાજકોટ સીટ સહીત સમગ્ર ગુજરાત અને દેશ માં ફરી વધુ એકવાર ભારતીય જનતા પાર્ટી પુનઃ સત્તા હાંસલ કરી નૂતન ભારતના નવનિર્માણ માં પ્રધાન મઁત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે તેમા કોઈ બે મત નહીં હોવાનું જણાવ્યુ હતું.

Comments
Loading...
WhatsApp chat