Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજકોટ : સહાયક માહિતી નિયામક જે.ડી. ત્રિવેદીનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

વિશિષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરાયા

રાજકોટમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા જે.ડી. ત્રિવેદીની વિવિધ પ્રવૃતિઓ અને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે તેમને સન્માનપત્ર એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું

૭૨માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિતે, જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ ના સહાયક માહિતી નિયામક તરીકેની કામગીરી કરનાર જે.ડી. ત્રિવેદીનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યાં હતા સહાયક માહિતી નિયામક તરીકે જે.ડી. ત્રિવેદીએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી ઉપરાંત તંત્ર સાથે સંકલન, પત્રકારો સાથે સંકલન, વિવિધલક્ષી કામગીરી માટે તેમને સન્મનિત કરવામાં આવ્યા છે

હાલ રાજકોટ ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક જે.ડી. ત્રિવેદી મોરબી જિલ્લામાં પણ ફરજ બજાવી ચુક્યા છે અને મોરબીમાં પણ તેમને શ્રેષ્ઠ કામગીરી કરી છે મોરબી જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે તેઓ અંગત ધરોબો ધરાવે છે અને તેમને મળેલા સન્માન બદલ તેમના પર શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat