Billboard ad 1150*250

રાજકોટ : મહિલા પોલીસને ગોળી મારી પોલીસકર્મીનો આપધાત, પોલીસકર્મી મૂળ મોરબીના શાપરનો રહેવાસી

0 211
Post ad 1

રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની યુવતી અને મૂળ મોરબીના શાપર ગામના હાલ રાજકોટના પરિણીત કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમસંબંધમાં કરૂણ અંજામ આવ્યો હતો. કોસ્મોપ્લેકસ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સમાં રહેતી મહિલા એએસઆઈની સરકારી  પિસ્તોલમાંથી ફાયરિંગ કરી પ્રેમી કોન્સ્ટેબલે સાથી એએસઆઈની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસબેડામાં પણ શોક વ્યાપી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી છે.

Post ad 3

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મોરબીના શાપર ગામના અને હાલ રાજકોટના યુનિવસિર્ટી પોલીસ મથકમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતાં અને મવડી પોલીસ કવાર્ટર્સમાં રહેતા પરિણીત રવિરાજસિંહ જાડેજા (ઉ.વ.30) અને યુનિવસિર્ટી પોલીસ મથકમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની ખુશ્બુ કાનાબાર (ઉ.વ.26) વચ્ચે છેલ્લા ઘણા વખતથી પ્રેમસંબંધ હોય ગઈકાલે બન્ને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચોથા માળે આવેલ પોલીસ મિત્રના કવાર્ટર્સમાં ભાડેથી રહેતી ખુશ્બુના ફલેટ નં.ઈ-402માં રવિરાજસિંહ ગતરાત્રીના આવ્યા હતા અને વહેલી સવારે કે મોડીરાત્રે બન્ને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હોય રવિરાજસિંહે ખુશ્બુની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરી ખુશ્બુની હત્યા કર્યા બાદ પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો.

રવિરાજસિંહ માતા-પિતાના એકના એક પુત્ર, બહેનથી નાના હતાં: પિતા પણ રૂરલના પોલીસ કર્મચારી

મૃત્યુ પામનાર રવિરાજસિંહ જાડેજા માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેમનાથી નાના એક બહેન છે. રવિરાજસિંહ પરિણીત હતાં અને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવથી માસુમ  પુત્રીએ પિતાનું છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રવિરાજસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ મથકમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં અને ડિટેકશનમાં પણ ખુબ સારી કામગીરી કરતાં હતાં.આ ઘટનાને પગલે તેની સાથે ફરજ બજાવતાં કર્મચારી મિત્રોમાં પણ ગમગીની છવાઇ ગઇ છે. રવિરાજસિંહના પિતા અશોકસિંહ રૂરલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat