



ગુજરાતના રાજકારણમાં કયારેય જોવા ના મળ્યા હોય તેવા જબરદસ્ત હાઇવોલ્ટેજ ડ્રામા, થ્રીલર અને સસ્પેન્સ વચ્ચે આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજયસભાની ત્રણ બેઠકો માટેની પ્રતિષ્ઠિત ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારે ૯-૦૦ ના ટકોરે શરૃ થયેલું મતદાન ત્રણ વાગતાં વહેલું પૂર્ણ થઇ ગયું હતું પરંતુ એ પહેલા વોટીંગની શરૃઆતથી લઇ પૂર્ણ થયું ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન હૃદયના ધબકારા વધારતાં અનેક ચઢાવ ઉતાર અને ઘટનાક્રમ જોવા મળ્યા. વોટીંગ દરમ્યાન ક્રોસ વોટીંગનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ખાસ કરીને ક્રોસ વોટીંગે કોંગ્રેસ અને તેના દિગ્ગજ નેતાઓના પળેપળ ધબકારા વધાર્યા હતા ત્યારે કોણ વિજેતાતેના પર સૌની નજર છે ત્યારે મોટાભાગના લોકોને હાલ એજ જાણવામાં રસે છે કોણ વિજેતા બનશે તેના પર સૌંની મીટ મંડાયા છે આ ચુંટણી એવી જ જામી છે કે જાણે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપનો ફાઈનલ મેચ ચાલતો હોય તેમ સૌઉ હાલ ટી.વી. અને સોશિયલ મીડ્યામાં આતુરતા પૂર્વક વિજેતાની રાહ જોય રહ્યા છે

