મોરબીના રાજપર ગામે ગૌ માતાના લાભાર્થે રાજા ભરથરી નાટક ભજવાશે

 

શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૦૮ ને શનિવારે રાત્રે મહાન એતિહાસિક રાજા ભરથરી નાટક રજુ કરવામાં આવશે સાથે હાસ્ય કલાકારો પધારશે જે લોકોને પેટ પકડીને હસાવશે

તા. ૦૮ ને શનિવારે રાત્રે ૦૯ : ૩૦ કલાકે નિરાધાર ગૌ માતાના લાભાર્થે રાજપર ગામમાં મહાન એતિહાસિક નાટક રાજા ભરથરી ભજવાશે ભાંભણ ગામનું જય મહાકાલી ભવાઈ મંડળ દ્વારા રાજા ભરથરી નાટક ભજવાશે તેમજ યુ ટ્યુબ અને લાઈવ ધૂમ મચાવનાર પેટ પકડીને હસાવવા “ટિહલો-ગગુડીયો” પણ પધારી રહ્યા છે

કાર્યક્રમમાં આર્શીવચન પાઠવવા બગથળા નકલંક ધામ મહંત દામજી ભગત ઉપસ્થિત રહેશે જે નાટકના કાર્યક્રમનો લાભ લેવા શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat