ટંકારા સિવિલ કોર્ટમાં ચોમાસામાં ટપકતું પાણી, રીપેરીંગ માટે R & B એ માંગી ડીપોઝીટ…

ટંકારાની સિવિલ કોર્ટના મકાન રીપેરીંગની જરૂરીયાત હોય અને ચોમાસામાં પાણી ટપકતું હોય જેના રીપેરીંગ માટે આર એન્ડ બી વિભાગે હાથ ઊંચા કરી પાંચ લાખની ડીપોઝીટ જમા કરાવવા માટે કોર્ટને જણાવ્યું છે

ટંકારાના દેરી નાકા રોડ પર સિવિલ કોર્ટનું બિલ્ડીંગ આવેલ છે જે મકાન ટંકારા ગ્રામ પંચાયતનું છે અને ભાડા પેટે આપેલું છે ગ્રામ પંચાયતના મકાનમાં કોર્ટ શરુ કરવા માટે માર્ગ અને મકાન વિભાગે રીપેરીંગ કરી રીનોવેશન કર્યું હતું જોકે ગત વર્ષે વરસાદમાં પાણી પાડતા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને આ વર્ષે પણ પાણી પડે છે ચોમાસામાં અનેક જગ્યાએ પાણી પાડતા હોય જેથી મકાન રીપેરીંગ માટે માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી કોર્ટ રૂમની સીલીંગ તોડી રીપેરીંગ હાથ ધરાયેલ છત પર પ્લાસ્ટિક તાલપત્રી ઢાંકી દેવામાં આવેલ

જોકે બીજા વરસાદમાં ફરીથી સમસ્યા યથાવત રહેતા કાયમી ઉકેલની જરૂરિયાત હોય જેમાં ખર્ચ થતો હોય જેથી આર એન્ડ બી વિભાગે હાથ અધ્ધર કરી દઈને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા પાંચ લાખની ડીપોઝીટ જમા કરાવવા જણાવ્યુ છે આ મકાન ગ્રામ પંચાયત હસ્તકનું હોવાથી ગ્રામ પંચાયત ડીપોઝીટ જમા કરાવે તો જ રીપેરીંગ થઇ શકશે અન્યથા ભારે વરસાદમાં જોવા જેવી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Comments
Loading...
WhatsApp chat