Billboard ad 1150*250

મોરબીના અરુણોદયનગરમાં વરસાદી પાણીનો નિકાલ અટકતા ઘરોમાં પાણી ઘુસ્યા

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

પાણીના નિકાલ બંધ, સ્થાનિકોમાં ભભૂકતો રોષ

        મોરબી પંથક અને જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે જોકે વ્યવસ્થાના અભાવે મેઘમહેર મોરબી માટે કહેર સાબિત થતી હોય છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગરમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ઘરોમાં ઘુસી ગયા છે જેથી સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળે છે

        મોરબીના સામાકાંઠે આવેલા અરુણોદયનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળે છે વરસાદી પાણીના તલાવડા આ વીસ્તારમાં સતત ભરાયેલા રહે છે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ અરુણોદયનગરમાં આવેલ જૈન દેરાસર સામેના ભાગમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી જોકે તે સ્થળે પાણીનો ટાંકો બની જતા અને કમ્પાઉન્ડ વોલ બનતા તેમજ અન્ય દબાણોને પગલે પાણીનો નિકાલ અટકી ગયો છે અને મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદને પગલે વિસ્તારમાં પાણીના તલાવડા ભરાયા છે અને વરસાદી પાણીનો નિકાલ ના હોવાથી આ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી રહ્યા છે જેથી ચીફ ઓફિસર સ્થળ વિઝીટ કરે અને પાણીના નિકાલ માટે યોગ્ય પગલા ભરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે ગટરના અને વરસાદી પાણી ઘરોમાં ઘુસતા સ્થાનિકોમાં ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat