


મોરબી શહેર આમ તો હજુ સારો વરસાદ વરસ્યો નથી પરંતુ સામાન્ય એવા વરસાદમાં જ પાલિકાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે શહેરમાં વરસાદ ના હોવા છતાં ગંદા પાણીના તલાવડા ભરેલા જોવા મળે છે.
મોરબી શહેરમાં સામાન્ય એવા વરસાદથી શહેરના અનેક વિસ્તારોની દશા બગડી જતી હોય છે આવી જ સ્થિતિ મોરબીના સાવસર પ્લોટ અને લાતીપ્લોટની દર વર્ષે થતી હોય છે મોરબીમાં શનિવારે રીમઝીમ વરસાદના છાંટા સિવાય હવામાન ચોખ્ખું રહ્યું હતું તો રવિવારે પણ વરસાદ વરસ્યો ના હતો જોકે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ગંદા પાણીના તલાવડા જેમના તેમ ભરાયેલા જોવા મળે છે તો આવી જ સ્થિતિ લાતીપ્લોટ વિસ્તારની થાય છે
જરાક અમસ્તા વરસાદમાં લાતીપ્લોટ વિસ્તાર નર્કાગાર સ્થિતિમાં ફેરવાઈ જતો હોય છે લાતીપ્લોટ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તો બીજી તરફ સાવસર પ્લોટ વિસ્તારમાં શહેરની મોટાભાગની હોસ્પિટલ આવેલી છે પરંતુ આ વિસ્તારો પ્રત્યે તંત્ર હમેશા ઓરમાયું વર્તન કરે છે અને વરસાદ ના હોય છતાં ગંદા પાણીના તલાવડા ભરાયેલા રહેતા હોવાથી રોગચાળાની દહેશત લોકોમાં છવાયેલી રહે છે પાલિકામાં શાસન બદલી ગયા પરંતુ આ વિસ્તારની સ્થિતિ દર વર્ષ જેવી જ છે જેમાં કોઈ સુધારો થયો નથી

