


મોરબીના લાતી પ્લોટ શેરી નં ૦૭ માં છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદના પાણી ભરાયેલા જ રહે છે નીકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી પાણીના તલાવડા ભરાયેલા જોવા મળે છે. નર્મદા એન્ટર પ્રાઈઝ નામની દુકાન વાળી શેરીમાં છેલ્લા છ વર્ષથી દરેક ચોમાસે આ સમસ્યા સર્જાય છે. આ વર્ષે વરસાદ નો અતિરેક થતા શેરીમાં નાના ચેકડેમની જેમ કેડ સમા પાણી ભરાયા છે. તો છેલ્લા એક બે દિવસથી તો એક સાપ ના પાણીમાં દેખાઈ રહ્યો છે. પુષ્પળ પાણીના પગલે વેપાર ધંધા ઠપ્પ બન્યા છે તો મચ્છરના ઉપદ્રવથી રોગચાળો ફેલાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આ વિસ્તારના વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદન આપીને સ્થળ તપાસ કરી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

