Billboard ad 1150*250

મોરબી તાલુકામાં વરસાદે છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો, સીઝનનો ૪૩ ઇંચ વરસાદ

0 127
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લામાં ૨૦૧૭ ને બાદ કરતા ૧૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ

Post ad 2

        મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદે છેલ્લા ૧૦ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે અને મોરબી તાલુકામાં ૧૦ વર્ષનો સૌથી વધુ ૪૩ ઇંચ વરસાદ તેમજ જીલ્લામાં વર્ષ ૨૦૧૭ ને બાદ કરતા ૧૦ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો મોરબી જીલ્લામાં સરેરાશ ૧૫૦ ટકા વરસાદ થયો છે

        મોરબી તાલુકામાં વર્ષ ૨૦૧૯ માં કુલ ૧૦૭૭ મીમી એટલે કે ૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે જે વર્ષ ૨૦૦૯ બાદ સૌથી વધુ વરસાદ છે અને મોરબી જીલ્લામાં સરેરાશ ૮૬૯ મીમી એટલે કે ૩૪.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે અને મોરબી જીલ્લામાં સરેરાશ ૧૫૦ ટકા વરસાદ નોંધાયો છે જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે તો ટંકારા પંથકની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭ ને બાદ કરતા ૧૦ વર્ષનો સૌથી વધુ વરસાદ ૪૯ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે તો ચાલુ વર્ષે વાંકાનેરમાં ૩૧.૪૮ ઇંચ, હળવદમાં ૨૪.૩૬ ઇંચ અને માળિયામાં પણ ૨૫.૯૬ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.

નાના દહીંસરા ગામે બે વ્યક્તિના રેસ્ક્યુ કરાયા 

        માળિયાના નાના દહીંસરા ગામના બેઠા પુલ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં છકડો રીક્ષા લઈને જતા બે વ્યક્તિઓ ફસાયા હતા અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી છકડો રીક્ષા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો જેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને તંત્ર ની મદદથી ફસાયેલા બે વ્યક્તિઓના રેક્સ્યું ઓપરેશન ચલાવીને બંને વ્યક્તિને બચાવી લેવાયા હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat