વરસાદ ખેંચાયો : મોરબી-માળિયા ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી આપો

ખેડૂતોના હિતમાં ધારાસભ્યની ઉચ્ચકક્ષાએ રજૂઆત

મોરબી-માળિયા વિસ્તારના ખેડૂતોને ખરીફ પાક માટે નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, માળિયા બ્રાંચ કેનાલ અને મોરબી બ્રાંચ કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ મળીને રજૂઆત કરી છે.

મોરબી-માળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે કપરી સ્થિતિ નિર્માણ પામી છે ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી ના આપીને ગુજરાત સરકારે અન્યાય કર્યો હતો અને હવે જયારે વરસાદ પણ પડ્યો નથી ત્યારે ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી આપવું એ એકમાત્ર ઉપાય બચ્યો છે નર્મદા મારફત સિંચાઈનું પાણી આપવું જરૂરી છે તેમજ પશુપાલકોને તેમના પશુઓને ઉગારવા તાકીદે ઘાસની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે જો સમયસર આ વ્યાજબી માંગણી નહિ સંતોષાય તો ખેડૂતો આંદોલન માટે મજબુર બનશે તેમ પણ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat