



સમગ્ર રાજ્ય ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેમાં મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર ફરી વરસી હતી અને ગઈકાલ સવારથી મોરબી જીલ્લામાં મેઘમહેર શરુ થઇ હતી જે મેઘસવારી બીજે દિવસે પણ ધીમધરે અવિરત ચાલી રહી છે
મોરબી જીલ્લામાં ધીમી ધારે આવેલી મેઘાની અવિરત મહેર બીજે દિવસે પણ ચાલુ રહી છે જેમાં આજ સવાર ૬ વાગ્યા સુધીમાં મોરબીમાં ૪૯ મીમી, વાંકાનેરમાં ૩૯ મીમી, હળવદમાં ૪૪ મીમી, માળિયામાં ૩૬ મીમી અને ટંકારામાં ૪૬ મીમી વરસાદ નોંધાયો છે તો મેઘાની મહેરને પગલે નગરજનો ગરમી માંથી રાહત તો આકાશમાંથી વરસાદ રૂપી વરસતું કાચું સોનાનને લઈને ખેડૂતો સુધી ખુશી જોવા મળી હતી અને હજુ મેઘો વરસાદ વરસતો રહે અને ઉભી મોલત બચાવે તેવું ખેડૂત પ્રભુ પાસે પ્રાર્થના કરી રહ્યા છે



