


રેલવેના સેક્શન એન્જીનીયર જે.એન.જાડેજા હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને ડ્રેનેજ ચેકિંગ માટે નીકળ્યા હોય ત્યારે મોરબીની ન્યુ રેલ્વે કોલોની વિસ્તારમાં આવેલા ક્વાટર નં ૪૫ માં કોઈ તાળું તોડીને પોતાનો સામાન મૂકી દીધો હતો. આ ક્વાટરમાં લોક સીસ્ટમમાં ફેરફાર માલૂમ પડતા તેને તપાસ કરી હતી જેમાં હાપાથી બદલી પામેલા આરપીએફ કોન્સ્ટેબલ અલ્તાફ કુરેશીએ ક્વાટરના તાળા તોડી પોતાનો સામાન અહી મુક્યો હોવાનું માલૂમ પડ્યું હતું જોકે ક્વાટરનો રહેવા માટે કે અન્ય કોઈ ઉપયોગ કરાયો ના હતો. આ મામલે સેકશનલ એન્જીનીયર જે.એન.જાડેજાએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોરબી ખાતેના પી.એસ.આઈ પવનકુમારને જાણ કરી હતી જેના લીધે રવિવારે ક્વાટર ખાલી કરવા માટે સુચના આપવામાં આવી હતી જેને પગલે સોમવારે રાત્રીના સમયે આરપીએફના કોન્સ્ટેબલ દ્વારા ક્વાટર ખાલી કરી દેવામાં આવ્યું હતું પણ આ ઘટનાથી રેલ્વે બેડામાં ચકચાર મચી ગઈ હતી

