મોરબીના રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે રેલ્વે મંત્રીને કરાઈ રજૂઆત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ મંત્રી સમક્ષ રજૂઆત

        ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જિલ્લાને રેલ્વે તંત્ર દ્વારા આઝાદી બાદથી સતત અન્યાય થતો આવ્યો છે ત્યારે મોરબીના વિકાસને વેગવંતો બનાવવા રેલ્વેની સુવિધા જરૂરી હોવાથી આ મામલે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વે મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે

        મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બી કે પટેલ અને સેક્રેટરી ડી ડી ભોજાણીએ રેલ્વે મંત્રી પીયુષ ગોયેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી-વાંકાનેર વચ્ચે રેલ્વે લાઈન એમજી માંથી બીજીમાં રૂપાંતરિત કર્યા બાદ મોરબી જિલ્લાને એક પણ લાંબા અંતરની ટ્રેન મળી નથી મોરબીમાં વિવિધ ઉદ્યોગો વિકાસ પામ્યા છે પરંતુ જ્યારથી બ્રોડગેજ લાઈન ચાલુ થઇ ત્યારથી એકપણ લાંબા અંતરની સુવિધા મળી નથી મોરબી જીલ્લા કક્ષાનું શહેર છે પરંતુ માત્ર બે લાંબા અંતરની ટ્રેન સાપ્તાહિક ચાલે છે જે ગાંધીધામથી વાયા હળવદ અને ધ્રાંગધ્રાથી ચાલતી હોય જે બંને તાલુકા કક્ષાના ટાઉન છે આથી રેલ્વેની ક્ષમતાની ૬૦ ટકા ટ્રેક ક્ષમતા બિન ઉપયોગી રહે છે અને રેલવેને નાણાકીય નુકશાની થાય છે જેથી અઠવાડિયામાં ત્રણ વખત ચાલતી ભુજ-બરેલી ટ્રેન વાયા મોરબી વાંકાનેર એક દિવસ આપવામાં આવે તો મુસાફરોને ઉપયોગી થશે તેવી જ રીતે ગાંધીધામ બેંગ્લોર, ગાંધીધામ હાવડા, ગાંધીધામ પૂરી સહિતની ટ્રેનો અઠવાડિયામાં એક દિવસ મોરબી-વાંકાનેર-સુરેન્દ્રનગરથી ચલાવવી જોઈએ જેના માટે મોરબી વાંકાનેરમાં પાયાની સુવિધા ઉપલબ્ધ છે તો આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે

ચેમ્બર ઓફ કોમર્સની માંગણીઓ

  • ભુજથી ઓખા વાયા મોરબી વાંકાનેર તેવી જ રીતે ભુજથી સોમનાથ વાયા મોરબી વાંકાનેર
  • એક સીધી ટ્રેન ગાંધીધામથી હરિદ્વાર, દહેરાદુન વાયા મોરબી-વાંકાનેર-સુરેન્દ્રનગર_મહેસાણા_દિલ્હી_દહેરાદુન
  • હાલ માત્ર એક જ અઠવાડિક ટ્રેન ઓખા અને દહેરાદુન ચાલે છે તેને સપ્તાહ માં ચાર વખત કરવી જોઈએ આ ટ્રેનમાં લાંબુ વેઈટીંગ લીસ્ટ રહે છે તેમજ રેલ્વે દ્વારા હાલ હમસફર ટ્રેન ગાંધીધામથી તૂતીકોરીન ચાલુ કરેલ છે જેને એક દિવસ વાયા મોરબી-વાંકાનેરથી દોડાવવી જોઈએ
  • ફરતી ડેમુ ટ્રેન હળવદથી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, માળિયાથી હળવદ બંને સાઈડમાંત્ર્હી ચલાવવામાં આવે તો મુસાફરોને માટે આશીર્વાદ સમાન બનશે સાથે જ રેલવેને રેવન્યુ વધશે
  • ઇન્ટરસીટી ટ્રેન મોરબીથી મહેસાણા દરરોજના ધોરણે અને તેવી જ રીતે ભાવનગરથી વવાણીયા કે જે જૈન સમાજનું પવિત્ર ધાર્મિક સ્થળ છે
Comments
Loading...
WhatsApp chat