Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના માણેકવાડા ગામે આર આર સેલનો દરોડો, લાખોનો દારૂ ઝડપાયો

મોરબી જીલ્લાના હળવદ પંથકમાં દારૂ-જુગારની બદીઓ રોકવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ કાર્યવાહી કરી રહી છે અને જુગાર તેમજ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી રહી છે જેમાં રવિવારે હળવદ પંથકમાંથી દારૂ અને જુગાર ઝડપાયા બાદ સોમવારે આર આર સેલની ટીમ ત્રાટકી હતી અને માણેકવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

રાજકોટ રેંજના નવનિયુક્ત ડી.આઈ.જી. સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પીએસઆઈ એમ.પી. વાળાની ટીમે હળવદના માણેકવાડા ગામની સીમમાં આવેલ મહેશ વાલજી કોળીની વાડી નજીક વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડો કરતા મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીકથી ઇગ્લીશ દારૂની ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૨૦,૮૦૦/-, બીટર ટીન નંગ- ૪૪૫ કીમત ૪૫,૫૦૦ અને મોબાઈલ મળી કુલ રૂ.૨,૬૯,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે

તેમજ આરોપી હીતેશ ઉર્ફે હીતો ભુપતભાઇ કોળી તથા કિશનભાઇ જીવણભાઇ કોળી રે. બંન્ને રાતાભેર તા.હળવદ વાળાને દબોચી લેવામાં આવ્યા છે આરોપીઓની પૂછપરછ કરતા ઇંગ્લીશ દારુનો જથ્થો વાઘજીભાઇ ઉર્ફે ટીકાભાઇ વાલજીભાઇ કોળી રે.રાતાભેર વાળાનો છે અને ઇંગ્લીશ દારુનો જથ્થો આરોપીઓ વસંત કાનજીભાઇ રે.પીપળી તા.ધાંગધ્રા અને હરજી રાણાભાઇ રે.વીરપર તા.વાંકાનેર વાળાએએ કટીંગ કરી આરોપીનવઘણ ઉર્ફે ઘુણો તેજાભાઇ કોળી રે.રાતાભેર વાળાની પીકઅપ ગાડીમાં ભરી મોકલાવેલ હોવાની કબુલાત આપતા અન્ય આરોપીને દબોચી લેવા કવાયત હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat