Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં રાહુલગાંધીની મંગળવારે જાહેરસભા

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત તા. ૨૫ ના રોજ દ્વારકા દર્શન કરીને ત્યાંથી રોડ શો મારફત જામનગર પહોંચશે. જામનગરમાં રાત્રી રોકાણ કર્રીને ધ્રોલ, લતીપર થઈને ટંકારા આવી પહોંચશે જ્યાં બપોરે જાહેરસભાને સંબોધન કરવા ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમીની પણ મુલાકાત લેશે. રાહુલ ગાંધી મોરબી જીલ્લાના ટંકારામાં જાહેરસભાને સંબોધન કરવાના હોય, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા તેમજ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. તેમજ રાહુલ ગાંધીની ટંકારાની જાહેરસભામાં મોટી જનમેદની ઉમટી પડશે તેમ પણ કોંગ્રેસના અગ્રણીઓ જણાવી રહય છે. રાહુલ ગાંધીના સોમવારથી બે દિવસના પ્રવાસ પૂર્વે આજે રવિવારે પ્રદેશ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ મોરબી ખાતે કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરશે જેમાં કાર્યક્રમ સંબંધિત તૈયારીઓની ચર્ચા ઉપરાંત માળિયાના ખેડૂતોના પ્રશ્નો પણ રૂબરૂ સાંભળશે. રાહુલ ગાંધીના બે દિવસના પ્રવાસ દરમિયાન ટંકારા ખાતેના સભા સહિતના કાર્યક્રમોને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat