Billboard ad 1150*250

વાંકાનેરના અમરસર-પીપળીયા રાજમાં રાહુલે સરકારને આડેહાથ લીધી

0 405

          વિધાનસભા ચુંટણીના પ્રચારના શ્રીગણેશ કરતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારકાથી પ્રચારનું રણશિંગું ફૂંકી જામનગર થઈને આજે મોરબી જીલ્લાના ટંકારામાં આવી પહોંચ્યા હતા. જામનગરથી ધ્રોલ, લતીપરના રૂટ પર ઠેર ઠેર કોંગ્રેસના યુવરાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓટાળા ખાતે બેન્ડ બાજા સાથે ખેડૂતો અને આગેવાનોએ તેનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, બ્રિજેશભાઈ મેરજા ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા પણ જોડાયા હતા. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને સભાઓ ગજવી હતી

       ટંકારામાં સભાને સંબોધન બાદ રાહુલ ગાંધી વાંકાનેર અમરસર અને પીપળીયા રાજ એમ બે સ્થળે સભાને સંબોધન કર્યું હતું. રાજકોટ પહોંચતા પૂર્વે મોરબી જીલ્લાના ટંકારા બાદ વાંકાનેરમાં પણ રાહુલ ગાંધીએ સરકારને આડેહાથ લીધી હતી. અમરસર ખાતે જંગી મેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ વિકાસ ગાંડો થયો છે. ગુજરાત સરકાર પર સોશ્યલ મીડિયામાં થઈ રહેલા કટાક્ષને હવા આપતા રાહુલ ગાંધીએ વિકાસ ગાંડો થયો છે નો પ્રહાર કર્યો હતો તો ગુજરાતનો વિકાસ કોઈ પાર્ટી કે એક નેતાએ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની જનતાએ કર્યો છે. ઈસરોએ લોન્ચ કરેલા ઉપગ્રહોનો શ્રેય લેનાર સરકાર પર પ્રહારો કરી જણાવ્યું હતું કે અગાઉની સરકારે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું જેથી આજે આ સિધ્ધિઓ ઈસરો મેળવી રહ્યું છે તેમજ તમામ સિદ્ધિ ઈસરોના વૈજ્ઞાનિકોની છે નહિ કે કોઈ સરકારની. આમ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરીને ઝંઝાવતી પ્રહારો કર્યા હતા. આજે ભરચક કાર્યક્રમો કરીને રાહુલ ગાંધી અનેક લોકોને મળ્યા હતા તો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat