રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના યુવા પ્રમુખો સાથે ચર્ચા કરી

ગુજરાત રાજ્યનાં ૩ દિવસીય પ્રવાસે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર મુલાકાત દરમ્યાન તારીખ ૨૬ નાં રોજ સવારે ૧૦ કલાકે સૌરાષ્ટ્ર નાં તમામ જીલ્લા યુવા કોંગ્રેસનાં પ્રમુખો સાથે મુલાકાત કરી હતી.તેમજ સાથે વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સમસ્યા વિશે પણ માહિતગાર થયા અને આવનારી ગુજરાત વિધાનસભા ની ચુંટણી માં પણ યુવા કોંગ્રેસ નાં શક્તિશાળી યુવાનો ને વધુમાં વધુ તક મળે અને ટીકીટ આપવામા આવે તેવું પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતશીભાઈ સોલંકી ને જણાવ્યું, આ બેઠકમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat