રઘુવંશી સમાજનું ગૌરવ , MSC સેમ-૦૪ માં ૯૨.૦૮ ટકા મેળવ્યા



વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનીવર્સીટીમાં પી.જી. ડીપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં અભ્યાસ કરતી ધારા રમેશકુમાર ઠક્કર / પોપટ જેને એમ.એસ.સી. સેમ. ૦૪ માં મુખ્ય વિષય મેથેમેટિક્સ ગણિત સાથે એપ્રિલ ૨૦૧૮ માં પરીક્ષા આપેલ જેમાં ધારાબેને ૯૨.૦૮ ટકા મેળવીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. ધારાબેનના ઉજ્જવળ પરિણામ બદલ તેણે મામા રઘુવંશી એજ્યુકેશન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ અને હાઈકોર્ટના ધારાશાસ્ત્રી પી.ડી. માનસેતાએ અભિનંદન પાઠવ્યા છે.

