Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજના પ્રમુખ તરીકે રઘુવીરસિંહ કે. ઝાલાની વરણી

મોરબી લખધીરવાસ ખાતે આવેલ મયુર સ્મુતી રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે રઘુવીરસિંહ કે.ઝાલા (ખીજડિયા) ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

મોરબીમાં રાજપૂત સમાજની સાધારણ સભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં અને તમામને પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાએ આવકાર્યા હતા. સભા દરમિયાન મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ બે વર્ષના હિસાબો રજૂ કર્યા હતા.રાજપૂત સમાજના પ્રમુખની બે વર્ષની ટર્મ પૂર્ણ થતા સર્વ સંમતીથી નવા પ્રમુખ તરીકે રઘુવીરસિંહ કે.ઝાલા (ખીજડીયા)ની નિમણુક કરવામાં આવી હતી અને અંતે તમામ જ્ઞાતિજનોએ નવનિયુક્ત પ્રમુખનું ફૂલહારથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..

Comments
Loading...
WhatsApp chat