Billboard ad 1150*250 Billboard ad 1150*250

રફાળેશ્વર મેળાની હરાજી માટે તારીખ અને ટાઈમ નક્કી કર્યો, હરાજી ના કરાઈ

હરાજી માટે સમય નક્કી કર્યો પરંતુ મેળાને જ મંજુરી મળી નથી

મોરબીના રફાળેશ્વર ગામે દર વર્ષે અમાસ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જે મેળાની હરાજી માટે આજે અગાઉ કરેલી જાહેરાત મુજબ રસ ધરાવતી પાર્ટીઓ ઉપસ્થિત રહી હતી જોકે હરાજી થઇ ના હતી અને અરજદારો સવારથી બપોર સુધી રાહ જોઈ બેસી રહ્યા હતા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલા રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમાસ નિમિતે મેળો યોજવામાં આવનાર હોય જેની હરાજી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હોય જેથી આજે મુકરર કરેલ સમય પ્રમાણે અરજદારો હરાજી માટે પહોંચ્યા હતા જોકે હરાજી સ્થળે ગામના સરપંચ, તલાટી કે અન્ય કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત ના હતા અને હરાજી માટે આવેલા લોકોને બેસી રહેવાનો વારો આવ્યો હતો વળી આજે હરાજી થશે કે નહિ થાય કે પછી અન્ય કોઈ કારણ છે તે વિષે કોઈ ફોડ પાડવામાં આવ્યો ના હતો

જેથી અરજદારો રોષે ભરાયા હતા તો રફાળેશ્વર લોકમેળાનું આયોજન જામ્બુડીયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે જેથી આ મામલે સરપંચ રમેશભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે હરાજી રાખી હતી તે વાત સાચી છે પરંતુ મેળાને મંજુરી મળી ના હતી દર વર્ષે મેળાને મંજુરી મળી જતી હોય છે જેથી હરાજી માટેની જાહેરાત કરી દેવાઈ હતી પરંતુ મંજુરી મળી ના હોવાથી હરાજી થઇ સકી ના હતી

Comments
Loading...
WhatsApp chat