રાધે ક્રિષ્ના વિધાલય-લીટલ ફ્લાવર્સ પ્રીસ્કૂલમાં બાળકો અને દાદા-દાદીઓ સાથે રમતોનો આનંદ લૂંટ્યો

મોરબીની રાધે ક્રિષ્ના વિધાલય અને લીટલ ફ્લાવર્સ પ્રી સ્કૂલ વિભાગમાં બાળકોની સાથે તેમના દાદા-દાદીના સ્નેહમિલનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સાથે તેઓની રમત ગમત અને ૧ મિનીટ સ્પર્ધા તથા દાદીઓના ગરબા અને અંતે અલ્પાહારનું આયોજન કર્યું હતું

શાળામાં આયોજિત અનોખી સ્પર્ધામાં તમામ વડીલોએ ઉમરનો સંકોચ રાખ્યા વિના ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો ફુગ્ગા ફોડવા, ફૂલાવવાથી લઈને ફૂટબ્રીજ જેવી રમતો રમાડવામાં આવી હતી બાળકો તેમના દાદા દાદીની રમતો રમતા જોઇને ખુબ જ આનંદિત થયા હતા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નું આવું સેલિબ્રેશન આજના સમાજમાં કલ્પનાથી વિશેષ રહ્યું નથી ત્યારે જનરેશન ગેપ દુર કરવા અને બાળકો સાથે દાદા દાદીને રમતો રમાડી અનેરો આનંદ આપવા આવકારદાયક પ્રયાસ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ખુબ સફળતા મળી છે

દાદીની વાર્તાઓ તથા ગરબા અને ચાંદલા કરવાની રમતમાં તેમના ચાંદલા કરવાની રમતમાં તેમના બાળપણની ઝલક દેખાતી હતી તો વૃદ્ધાવસ્થામાં ભેટ મળેલી ત્વચા પરની કરચલીઓ પણ હાસ્યની રેખા બતાવતી હતી શાળાના ટ્રસ્ટી રવીન્દ્ર ભટ્ટ, પ્રિન્સીપાલ પીયુષ ચોટલીયા અને આરતી રોહન તેમજ સર્વે સ્ટાફ મિત્રોની મહેનત ફળી હતી

Comments
Loading...
WhatsApp chat