આર.આર.સેલએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી રૂપિયા ૩૮ લાખથી વધુના દારુ સાથે ૨ ને જ્ડ્પ્યા

બનવાની મળતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસે આર.આર.સેલની ટીમે બાતમીના આધારે આખો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો છે. અને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બુટલેગરો સામે ગુન્હો નોંધાવ્યો છે.
ગુજરાત વિધાનસભાની સામન્ય ચુંટણી ૨૦૧૭ની જાહેરાત કરી આચારસહીતાની અમલ વારી શરૂ કરી હોય જે અનુશંધાને ડી એન પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર આર સેલના પો.સ.ઈ ક્રૂણાલ પટેલનાઓને કડક હાથે કામ લેવા તથા આચરસહીતાનો ચુસ્ત પણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અન્વયે પો.સ.ઈ ને હકીકત મળેલ કે વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ હાઈ-વે ઉપર હરીયાણા પાર્સિંગના ટ્રકમાં ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરી નિકળનાર હોય તૂર્ત જ વાંકાનેર બાઉન્ટ્રી ખાતે આર આર સેલની ટીમ પોહચીને વોચ રાખતા હરીયાણા પાર્સીંગની ટ્રકનંબર એચ-આર-૫૫-વી-૪૫૩૧નો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા કાળા કલરના પીવીસી પાઈપની નિંચે મોટા પ્રમાણમા ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ઈગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦૨૯૬ જેની કિંમત રૂ.૩૭,૧૮,૮૦૦ તથા બીયર ટીન નંગ- ૧૪૪૦ જેની કિંમત રૂ.૧,૪૪,૦૦૦ તેમજ મોબાઈલ-૩ અને ટ્રક મળી કુલ રૂ.૫૩,૮૧,૮૦૦ નો મુદામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર ભાગવાનસંગ નંદરામ સહાર રહે. જજર(હરીયાણા) તેમજ કલીનર ધર્મેન્દ્ર ઓમપાલજી સેરવાની રહે. બઢેડા (હરીયાણા) વાળાની અટક કરી ધારણોસરની કર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દારૂ ક્યા લઈ જવાનૂ કહેતા આરોપીના જણાવ્યા મુજબ રાજકોટના અલ્તાફ ઉર્ફે છ આંગણી વાળાને આપવાનુ જણાવ્યુ હતુ અને દિલ્હીના જોગીન્દર યાદવે તથા કાળુ યાદવના નામના માણસોએ આ દારૂ ભરી આપેલ છે તેમ જણાવતા તમામ વિરૂધ્ધ વાંકાનેર પોલીસ સ્ટેસ્નમાં ગુનો નોધી તપાસ હાથ ધરી છે.તો ચુંટણી ગુજરાતમાં જાહેર થઇ ગઈ છે તો દરેક જીલ્લોમાં ઘણી ચેક પોસ્ટ હોય તો આટલો મોટો દારૂનો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રી સુધી કેમ પોહ્ચ્યો તે પણ પોલીસ તંત્ર સામે જ સવાલ ઉભા કરે છે ચેક પોસ્ટ પર સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવે છે અને આટલો દારૂ ઘુસી જાય તે ચેક પોસ્ટ પર દેખાતું નથી

Comments
Loading...
WhatsApp chat