વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી આર.આર.સેલે જુગારધામ ઝડપ્યું

મોરબી : આર.આર.સેલે ગઈકાલે વાંકાનેરના ભલગામ દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ પતાપ્રેમિ ને ઝડપી લીધા હતા જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે જુગારના દરોડામાં પોલીસે રૂપિયા ૧.૫૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આર.આર.સેલ રાજકોટ દ્વારા ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ભલગામ ગામે ધમધમતા જુગારધામ પર દરોડો પાડી રમીનો જુગાર રમતા ચાર શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા જેમાં બે મહિલાઓને જવા દેવાઈ હતી જ્યારે ૨ શખસો નાસી છૂટ્યા હતા.

દરોડાની આ કાર્યવાહીમાં આર.આર.સેલે છગન માવજી મકવાણા, પુનો ઉર્ફે પુનિત વીરા, યુસુફ આમદ સરણિયા, ગભરૂ કાના ડાંગર, પ્રભા સિદ્ધાર્થ, નયનાબેન બમણિયા ને રમી રમતા રંગે હાથ ઝડપી લીધા હતા અને પટમાંથી ૧,૫૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

દરોડા દરમિયાન ભરત ખીમાં વાઢેર અને મહેશ છગન મકવાણા નાસી જતા પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આર.આર.સેલના પીએસઆઇ કે.એમ.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat