Billboard ad 1150*250 Billboard ad 1150*250

R R CELL ના ત્રણ સ્થળે દરોડા, વિદેશી દારૂ સાથે ચાર શખ્શો ઝડપાયા

મોરબી જીલ્લામાં દારૂ અને જુગારનું દુષણ વ્યાપક જોવા મળે છે ત્યારે આર આર સેલની ટીમે ત્રણ સ્થળે દરોડા કરી વિદેશી દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

આર આર સેલની ટીમે પીપળી રોડ પરની ગજાનંદ સોસાયટીના મકાન નં ૧૬ માં બાતમીને આધારે દરોડો કરતા ઈંગ્લીશ દારૂની ૪૯ બોટલ કીમત રૂ ૨૪,૫૦૦ અને એક મોબાઈલ સાથે આરોપી લતીફ દિલાવરભાઈ ભટ્ટીને ઝડપી લેવાયો છે જયારે આદમ સલીમ મિયાણા નામનો શખ્શ દરોડા દરમિયાન હાજર ના હોવાથી તેની વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે જયારે બીજા દરોડામાં મોરબીના સામાકાંઠે ગોપાલ સોસાયટી નજીકથી મોટરસાયકલ પર સવાર દીપક પ્રવિણચંદ્ર જોશીને ઝડપી પોલીસે વિદેશી દારૂની એક બોટલ કીમત ૩૦૦ તેમજ બે મોબાઈલ અને બાઈક સહીત ૩૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયરે આરોપી યુનુશ મુશા પઠાણનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

જયારે ત્રીજા બનાવમાં યુનુશ મુસા પઠાણ અને મયુર બટુક વાઘેલા એ બંને શખ્શો આદમ સલીમ મિયાણા અને લતીફ દિલાવર ભટ્ટી પાસેથી ઈંગ્લીશ દારૂ લઈને વેચાણ કરતા હોય મોરબીના ઝુલતા પુલ પાસેના વિસ્તારમાં દરોડો કરી આર આર સેલની ટીમે આરોપી યુનુસ મુસા પઠાણ અને અને મયુર બટુક વાઘેલાએ બંને ઇસમોને ઝડપી વિદેશી દારૂ આઠ બોટલ કીમત ૩૬૦૦ અને ચાર મોબાઈલ ફોન કીમત ૧૫,૫૦૦ સાથે ઝડપી લીધા છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે

મોરબીના સામાકાંઠે ગોપાલ સોસાયટી પાસેથી ઝડપાયેલા ઇસમેં દારૂ સપ્લાય કરનારનું નામ આપ્યું હોય જેને આધારે પીપળી રોડ પરની ગજાનંદ સોસાયટી અને અન્ય સ્થળે દરોડા કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat