ગ્રાહક સુરક્ષા સેમીનારમાં વીજબીલથી માંડીને જંતુનાશક દવાના પ્રશ્નો

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરતુ હોય જે પ્રસંગે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટક તરીકે જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, રાજકોટ શહેર ‘ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી, પુરવઠા અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.               ગ્રાહક જાગૃતિ સેમીનારમાં ગ્રાહકોને સતાવતા વિવિધ પ્રશ્નો પણ મંગાવવામાં આવ્યા હતા જેમાં આજે સેમીનારમાં પીજીવીસીએલ દ્વારા ત્રણ ત્રણ મહીને બીલ આપવામાં આવે છે. મોડા બીલ મળતા હોવાથી યુનિટ વધી જતા ગ્રાહકને નુકશાની સહન કરવી પડે છે. તે ઉપરાંત બીએસએનએલ દ્વારા ગ્રાહકના બીલ નિયમિત પોસ્ટઓફીસ જાય છે પરંતુ પોસ્ટઓફીસ દ્વારા બીલ સમયસર મળતા નથી. મોરબીમાં ડુપ્લીકેટ બિયારણ જંતુનાશક દવા અને ખાતર આવી ગયા છે પરંતુ ડ્રગ વિભાગ કે ખેતીવાડી અધિકારી તપાસ કરતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદથી થાંભલા પડી ગયા છે જેથી ખેડૂતોને ખેતીમાં નુકશાનીનો સામનો કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારની બેંક ગ્રાહકને પરચુરણ આપે છે પણ બેંક લેતી નથી જેથી મુશ્કેલી પડે છે. મોરબીમાં દૂધના માપતોલ ઉપરાંત પાણીના કારખાના આઈએસઆઈ માર્ક વિના ચાલે છે. તેમજ ખેડૂતોને પાકને નુકશાન સહિતના ૧૦ થી વધુ પ્રશ્નો રજુ થયા હતા જે લેખિત રજૂઆત જીલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવશે. ગ્રાહક જાગૃતિ સેમીનારને સફળ બનાવવા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat