જી.પં. ની સમિતિમાંથી સદસ્યોના રાજીનામાંનો પ્રશ્ન અધ્ધરતાલ

જી. પંચાયત પ્રમુખે નિયમ મુજબ કાર્યવાહીનો સુર આલાપ્યો

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા અને જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભા કાર્યવાહી નોંધને બહાલી આપવા, અગાઉની સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારી અહેવાલને બહાલી આપવા ઉપરાંત પ્રશ્નોતરી પણ યોજવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યો અંગેના સદસ્યોના સવાલના પંચાયત પ્રમુખ અને સંબંધિત અધિકારીઓએ જવાબો આપ્યા હતા. તો સામાન્ય સભામાં કારોબારી સમિતિ ઉપરાંત ઉત્પાદન, સિંચાઈ જેવી સમિતિના સભ્યપદેથી રાજીનામાં મંજુર કરવાના એજન્ડા અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. સામાન્ય સભામાં મોરબી જીલ્લાનો લોકલ ફંડ સેસ (ઉપકાર) નો દર નક્કી કરવા, માળિયામાં આવેલ પંચાયત ગેસ્ટ હાઉસનું મકાન ડીસમેન્ટલ કરવા મંજુરી આપવા તેમજ ૨૦૧૬-૧૭ નો વાર્ષિક હિસાબ મંજુર કરવાના એજન્ડાઓ બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. તો કેટલાક વિકાસકાર્યોને પણ બહાલી આપવામાં આવી હતી. કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યો પાણીમાં બેસી ગયા હતા કે પછી સમજાવટથી ઘીના ઠામમાં ઘી પડ્યું હતું તે પણ ચર્ચા જામી હતી.

Comments
Loading...
WhatsApp chat