


મોરબી જિલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે મુખ્ય નિર્વાચિન અધિકારી ગાંધીનગરના તા.૧૩-૦૪-૨૦૧૮ના પત્રથી નવા નોંધાયેલા તમામ મતદારોને નવા EPIC નંબરની ફાળવણી ન થાય ત્યા સુધી એટલે કે ૧૬/૦૪/૨૦૧૮ થી ૦૫/૦૫/૨૦૧૮ દરમ્યાન તમામ મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદારોને PVC ઓળખકાર્ડ આપવાની કામગીરી સ્થગિત કરવા જણાવવામાં આવેલ હતું
પરંતુ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવાની કામગીરી પૂર્ણ થયેલ ન હોય તમામ મતદાર સહાયતા કેન્દ્રો પાસેથી મતદારોને PVC ઓળખકાર્ડ આપવાની કામગીરી તા.૨૦-૦૫-૨૦૧૮ સુધી સ્થગિત કરવામાં આવે છે. જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર મોરબી આર.જે.માકડીયા દ્વારા જણાવાયું છે.

