ટંકારાના લજાઇ ગામે યોજાયેલ મહાન નાટક પુથ્વીરાજ ચૌહાણ પ્રેક્ષકોએ મનભરી માણયુ

ગૌ માતા ના ખાસ ઘાસચારા માટે રૂપિયા નવ લાખ રોકડ ફાળો તથા 1,5000-/ દોડ લાખ નો ઘાસ ચારો એકત્ર ટંકારા તાલુકા ના લજાઇ ગામે ગૌ માતા ના ઘાસ ચારા માટે યોજાયેલ મહાન ઐતીહાસિક નાટક પુથ્વીરાજ ચૌહાણ ને ટંકારા તથા મોરબી ના લોકો એ મનભરી ને માણેલ પ્રમુખશ્રી સોહમદત બાપુ એ જણાવેલ જાણે તે ના મા દેશ પ્રેમ જાગે મનોરંજન પણ માણે અને ગૌ સેવા ના કાયૅ માં સાથ આપે ને નાટક નો હેતુ છે

નંકલક મંદિર ના મહંત દામજી ભગત જણાવેલ.કે પર બાવન વષૅ પહેલા લજાઇ ગામ ના લોકો એ સંકલ્પ કરેલ કે અમારી ગાય કદી કતલખાને નહીં જાય તે હજુ જાળવી રાખેલ છે કહેવું સહેલું પરતું કરવું અઘરૂં છે નાત જાત કે કોમ ના ભેદ ભાવ વગર ગાયો ની સેવા કરતાં લજાઇ ગામ ના ગ્રામ ના ગ્રામજનો ઉપર ગવરી ગાય નો આશીર્વાદ વરસે તેવી શુભેચ્છા પાઠવેલ ગૌ સેવક યુવક મંડળ ના યુવાનો યુવાનો પાત્રો ભજવે છે નાટક ડાયલોક પડઘા પાછળ થી રેકોર્ડિંગ કરેલ નથી બોલાતા પરંતુ દરેક પાત્ર પોતે જ ડાયલોક બોલે છે

દરેક પાત્ર નો અભિનય પ્રભાવશાળી રહેલ લોકો આફરીન પોકારી ગયેલ સ્ત્રી પાત્રો ભજવનાર યુવાનો દ્વારા ભજવાયેલ પાત્રો બેનમુન હતા તો હાસ્ય રસીક કોમીક લોકો ને પેટ પકડી ને હસાવેલ દરેક પાત્રો ની વેશભૂષા. મેકપ પણ લજાઇ ના યુવાનો દ્વારા કરાયેલ ગૌ સેવક યુવક મંડળ દ્વારા આ વષૅ વિશાળ સ્ટેજ બનાવેલ જેથી દુર દુર ના પ્રે્ક્ષકો નાટક માણી શકે લોકો એ નાટક મનભરીને માણેલ લજાઇ ગૌશાળા ની ગાયો માટે રૂપિયા 9,00,000 નવલાખ .રોકડ ફાળો તથા 1.50,000-/ દોઢ લાખ નો ઘાસચારો નોઘાયેલ છે આશરે દસેક હજાર લોકો એ નાટક નિહાળેલ છે

Comments
Loading...
WhatsApp chat