“પુસ્તક પરબ” નું એક વર્ષ સફળતાપૂર્વક સંપન્ન, જાણો પુસ્તક પરબ વિશે વધુ…

 

ઓદ્યોગિક નગરી મોરબીમાં સમૃદ્ધીની કોઈ કમી નથી છતાં અહીના યુવાનો વાંચન અને સાહિત્ય પ્રત્યે જાગૃત ના હોય જેથી યુવાનોમાં વાંચન ભૂખ જગાડવા માટે મોરબીમાં પુસ્તક પરબ ટીમ દ્વારા સરદાર બાગમાં પુસ્તક પરબની શરૂઆત કરવામાં આવી હતી

જે પુસ્તક પરબમાં કોઈપણ વાચક મનગમતી પુસ્તક વિનામૂલ્યે લઇ જઈ સકે છે તો પુસ્તકો ભેટમાં પણ આપી સકે છે જે પુસ્તક પરબની ગત એપ્રિલ માસમાં શરૂઆત કર્યા બાદ સતત એક વર્ષથી પુસ્તક પરબનો આઈડિયા હિટ રહ્યો છે એપ્રિલ ૨૦૧૭ થી પુસ્તક પરબનો પ્રારંભ કર્યા બાદ દર માસના પ્રાથમ રવિવારે પુસ્તક પરબ યોજાય છે

શહેરના સરદાર બાગમાં યોજાતા પુસ્તક પરબમાં વાચકોની સંખ્યા વધી રહી છે ત્યારે પુસ્તક પરબ ટીમ માત્ર પુસ્તકો આપવાને બદલે જે તે પુસ્તકો વિષે માહિતી પણ આપે છે  જેથી વાચકોમાં વાંચન રસ જાગે અને વાંચન માટે પ્રેરાય તો મુલાકાતીઓ જણાવે છે કે પુસ્તક પરબમાં તેમણે મનગમતા પુસ્તકો મળી રહે છે. મોરબીના યુવાનો પણ સાહિત્ય અને વાંચનમાં રસ ધરાવે છે જોકે પુસ્તકો મળતા ના હોવાથી વાંચન પ્રવૃત્તિ થઇ સકતી નથી ત્યારે મોરબીમાં પુસ્તક પરબની ટીમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે અને આ સેવાયજ્ઞ સતત ચાલી રહ્યો છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat