Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયાના કુંભારિયા ગામે ગૌચરની જમીનમાં દબાણ, પવનચક્કી સામે વિરોધ

હાઈકોર્ટ આપેલા ઓર્ડરની પણ અવગણના કરી પવનચક્કી ઉભી કરાઈ

 

માળીયાના કુંભારિયા ગામે ગૌચર અને ખરાબાની જમીનમાં પવનચક્કી ઉભી કરીને દબાણ સર્જવામાં આવ્યા હોય જે અંગે લડત ચલાવતા ગામના આગેવાન કોર્ટ સુધીની કાર્યવાહી કરી હોય છતાં નીમ્ભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દબાણો સામે આંખ આડા કાન કરી રહ્યા છે

માળીયાના કુંભારિયા ગામના રણછોડભાઈ લખમણભાઈ બાબરિયાએ ગુજરાત પોલીસવડા, મહેસુલ વિભાગ ગાંધીનગર, જીલ્લા કલેકટર અને ઉદ્યોગ કમિશ્નર સહિતનાઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કુંભારિયા ગામે રીન્યુએબલ એનર્જી જનરેશન પ્રા.લી. કંપની દ્વારા પવનચક્કી ચલાવવામાં આવે છે જે પવનચક્કી ગૌચરની જમીનમાં કાર્યરત હોય જેથી પવનચક્કી બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે પરંતુ પોલીસ સાથે સેટિંગ કરી પવનચક્કી ગૌચરમાં બનતી રોકવાવાળાને પોલીસ મારે છે અને ધમકી આપે છે. આ પવનચક્કી ગામની નજીક હોવાથી ચોવીસ કલાક અવાજ આવે છે પરંતુ પોલીસ બંધ કરાવતી નથી જેથી આ પવનચક્કી ૨૦ દિવસમાં બંધ કરવાની કાર્યવાહી નહિ કરવામાં આવે તો જાત પ્રયાસ કરીને બંધ કરીશું તેમજ જે નુકશાન થાય તેના માટે માળિયા પોલીસ અને મોરબી કલેકટર જવાબદાર ગણાશે તેમ જણાવીને ગૌચર જમીનમાં પવનચક્કીનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

હાઈકોર્ટના આદેશનો પણ ઉલાળિયો ?

અરજદાર રણછોડભાઈ લખમણભાઈ બાબરિયાએ કુંભારિયા ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પવનચક્કી અંગે હાઈકોર્ટમાં પણ અરજી કરી હોય જે મામલે ગત તા. ૧૧-૧૨-૨૦૧૭ ના પત્રથી મોરબી જીલ્લા અધિક કલેકટર દ્વારા માળિયા મામલતદારને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં સરકારી ખરાબાની જમીનમાં પવનચક્કી અંગે જો દબાણ કરેલ હોય તો લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળ દુર કરવાની કાર્યવાહી કરી તે અંગેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું જોકે તે અહેવાલ આજદિન સુધી મળ્યો નથી અને હાઈકોર્ટના ઓર્ડર મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી છે તો સરકારી તંત્ર હાઈકોર્ટના આદેશનો પણ ઉલાળિયો કરી નાખતા હોય છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat