Billboard ad 1150*250 Billboard ad 1150*250

પૂર અસરગ્રસ્તો માટે કોંગ્રેસ કંટ્રોલ રૂમ ખરેખર મદદે આવ્યો.

મોરબી જિલ્લાના અસરગ્રસ્તોની સમસ્યાઓના નિરાકરણ અને પ્રજાને ઉપયોગી થવાના હેતુસર જિલ્લા કોંગ્રેસનો કંટ્રોલરૂમ વિજય સરવડાના ઇન્ચાર્જમાં કાર્યરત છે. માળીયા મિયાણાના અસરગ્રસ્તોને કેશ ડોલ, ફૂડ પેકેટ, જરૂરી સાધન સામગ્રી પહોંચાડી ગંદકી દૂર કરવી, રોગચાળામાં તકેદારી રાખવી, રજુઆત કરવી સહિતની કામગીરી બજાવે છે. માળીયા મિયાણામાં રેફરલ હોસ્પિટલ પાછળ વસવાટ કરતા લોકોની સહાય માટે તંત્ર પહોંચ્યું ન હતું, ત્યારે કોંગ્રેસ કંટ્રોલરૂમમાં ફોન કરતા 11000 નું ફંડ એકત્ર કરી જરૂરી ચીજવસ્તુ આપી હતી. આ કાર્યમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઇ મેરજા, કલાભાઈ પટેલ, કે.ડી.બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, રમેશ ફુલસરિયા, હંસરાજ પંચોટીયા સહિતના કાર્યકરો જોડાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat