


મોરબીના રફાળેશ્વર નજીકની હોટલમાં એક પંજાબી યુવતીએ ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે. જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી નજીક રફાળેશ્વર રોડ પર આવેલી ભવ્ય હોટલના રૂમ નં ૧૦૪ માં મૂળ પંજાબની રહેવાસી યુવતી વીરપરલ પુરવિંદરકુમાર (ઊવ ૨૦) નામની યુવતીએ રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવ અંગે હોસ્ટલ સંચાલક વસંતભાઈ રાજપરાએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે યુવતીને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણી સકાયું નથી

