

મોરબી પંથકમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાયી એવા પટેલ યુવાનની ટ્રક ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીના શનાળા રોડ પરના રામનગરના રહેવાસી જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ વડાલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ડ્રાઈવર યુવરાજસિંગ હરજીતસિંગ જાટ નામનો પંજાબી ડ્રાઈવર ગત તા. ૧૫-૧૦ ના રોજ બપોરે ૧ થી ૬ કલાક દરમિયાન મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ કન્ટેનર યાર્ડમાંથી ટ્રક નં જીજે ૦૩ એએક્સ ૬૭૯૪ કીમત રૂપિયા પાંચ લાખ વાળી ચોરી કરી નાસી ગયો છે મોરબી બી ડીવીઝન પોલીસે ટ્રક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.