



પી.જી.વી.સી.એલ. દ્વારા મોડા બીલ આપીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો જોવા મળી રહી છે.ત્યારે સોસીયલ મીડિયામાં એક વ્યક્તિએ તેની સાથે પીજીવીસીએલ દ્વારા ખોટા ચાર્જીસ લગાડીને લુટ ચલાવાતી હોવાનો મેસેજ વાયરલ કર્યો છે જેમાં જણાવ્યું છે કે તેના ઘરે આવેલ લાઈટ બીલમાં ૧૦૦ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લગાવેલ હતો જે પીજીવીસીએલની ઓફીસ પર જઈને પૂછપરછ કરતા પીજીવીસીએલ દ્વારા જણાવ્યું હતું કે આ ૧૦૦ રૂપિયા ઉજાલા બલ્બ લીધા તેનો ચાર્જ છે પરંતુ તેને બલ્બ રોકડ થી લીધો હોવાનું કહ્યું હતું તો પીજીવીસીએલના અધિકારીએ જવાબ આપ્યો કે સરકારે એ પૈસા તમારા બિલમાં ભૂલથી ઉધાર્યા છે તમારે ઉજાલા બલ્બની પહોંચની ઝેરોક્ષ અને બીલની ઝેરોક્ષ આપવી પડશે ત્યાં આ ઉજાલા બલ્બના પૈસા જમા થશે.આ પર થી લાગી રહ્યું છે કે પીજીવીસીએલ દ્વારા ઉધાડી લુટ ચલાવવાનો નવો કીમિયો ચાલવામાં આવી રહ્યો છે. હું તો એક જ શિક્ષિત નાગરિક હોવાને કારણે મારા આ પૈસા બચી જશે પણ કેટલાય અભણ લોકો માત્ર બીલની રકમ જોઈને ભરી દેતા હોય છે અને સરકારને લ્હાણી હોવાના આક્ષેપ કર્યા હતા.તો આ પીજીવીસીએલ દ્વારા ચાલવામાં આવતી ઉધાડી લુટ થી લોકોને ચેતવણી સલાહ આપી હતી.

