Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી શહેરના 11 મુખ્યમાર્ગો વનવે જાહેર, વાહનપાર્કીંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે ત્યારે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ તંત્ર કવાયત કરી રહ્યું છે તો પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા ટ્રાફિકના પત્ર અન્વયે જિલ્લા કલકેટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી 11 મુખ્યમાર્ગો વનવે જાહેર કરાયા છે તો આઠ માર્ગો પર એકી બેકી તારીખ પ્રમાણે વાહન પાર્કિંગનો આદેશ આપવામાં આવ્યોઃ છે.

મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા એવા જુના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેઇટ ચોક સુધીનો સરદાર રોડ, શક્તિ ચોક ખાટકીચોકથી ત્રિકોણબાગ સુધીનો રોડ, ગાંધી ચોકથી શનાળા રોડ પાર મહેશ હોટલ સુધી, ગાંધી ચોકથી રવાપર રોડ પાર મામા ફટાકડા આગળના વોકળા સુધી, નવાડેલા રોડથી સૌરાષ્ટ્ર હર ડ્રેસરથી ગાંધી ચોક સુધી, પનારા પાનથી શરુ કરી નવાડેલા રોડ અયોધ્યાપુરી રોડ સુધી, સીપીઆઈ કચેરીથી સુપર ટોકીઝ સુધી, અને નહેરુ ગેઇટ ચોક સુધીના રોડ પાર એમ આઠ રોડ પર રોડની ડાબી બાજુએ ટૂ વહીલર પાર્કિંગ મહિનાનીએ એકી તારીખે તેમજ રોડની જમણી બાજુનું ટૂ વહીલર પાર્કિંગ મહિનાની બેકી તારીખે કરવાનું રહેશે

તે ઉપરાંત મોરબી શહેરના 11 રોડને વનવે જાહેર કરવામાં આવ્યા છે જેમાં રવાપર રોડ જૂની એચડીએફસી બેન્ક ચોકથી ગાંધી ચોક શાકમાર્કેટ ચોકથી નગર દરવાજાથી સીપીઆઈ ચોકથી શકતીચોક જવા માટેનો રુટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબના બંગલાથી મંગલભુવન ચોક થઇ સીપીઆઈ કચેરી સુધી જવા માટેનો રુટ, નવયુગ ગારમેન્ટથી શિવાની સીઝન સેન્ટરથી પૂનમ કેસેટ્સ ગાંધીચોક સુધીનો રુટ, વિજય સિનેમા પાસે આવેલ ભાવની બેકરીથી ગાંધીચોક સુધી જવા માટેનો વનવે, સીપીઆઈ કચેરી ચોકથી નવયુગ ગારમેન્ટ સુધી જવા માટેનો વનવે, સુપર ટોકીઝથી ભારત સર્વિસ સ્ટેશન (આસ્વાદ પાન) સુધીનો રસ્તો, સ્ટેશન રોડ જડેશ્વર મંદિર પાસે થઇ માધાપર તરફ જવાનો રસ્તો, પૂનમ કેસેટ્સથી તખ્તસિંહજી રોડથી નગર દરવાજા ચોક સુધીનો રસ્તો, પરબજાર રોડ પાર નવાડેલા રોડ જુના એસટી બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠના ખૂણા સુધીનો રસ્તો અને ગાંધીચોકથી રામચોક સુધી જવા માટેનો રુટ તેમજ રામચોકથી જૂની એચડીએફસી બેન્ક ચોક જવાનો રસ્તાઓ વનવે જાહેર કરવામાં આવ્યા છે જે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 હેઠળ દંડ થશે

ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

તે ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેમાં સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં શહેરના 11 માર્ગો પર પ્રવેશબંધી ફરમાવી છે જેમાં શોભેશ્વર રોડ, કુબેર સિનેમા સામે હાઇવે રોડથી શહેરમા પ્રવેશ, નજરબાગ રેલવે સ્ટેશન નજીકના રેલવે ફાટકથી, ગેંડા સર્કલથી પ્રવેશબંધ, વેજીટેબલ રોડ પરના સ્મશાનના મુખ્ય ગેઇટ સામે રોડ પરથી, નવલખી રોડ પાર આવેલ સ્મશાનના મુખ્ય ગેઇટ સામે, અમરેલી રોડ જે વિસીપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશ, વાવડી રોડ, પાર આવેલ હનુમાન મંદિર (માધાપરના ખૂણે) થી પ્રવેશ, પંચાસર રોડ પાર ગીતા ઓઇલ મિલથી , શનાળા રોડ પાર જીઆઈડીસી નાકા પછી, રવાપર ચાર રસ્તાથી મોરબી શહેર અંદરના રસ્તે, અને જેલ રોડ પાર આવેલ ઇલેક્ટ્રિક સ્મશાનના મુખ્ય ગેઇટ સામે રોડ પરથી પ્રવેશબંધ અંગે જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat