મોરબીમાં ફક્ત દીકરીઓ હોય તેવી ૩૧ માતાઓનું કરાયું જાહેર સન્માન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વ્હાલી દીકરી વ્હાલી માતા સન્માન સમારોહ યોજાયો

        ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ભાગરૂપે ફક્ત દીકરીઓ ધરાવતી હોય તેવી માતાઓનો સન્માન સમારોહ વ્હાલી દીકરી વ્હાલી માતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૩૧ મતોનું સન્માન કરવામાં આવેલ

        ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા આયોજિત અનોખા સમારોહમાં મહંત ભાવેશ્વરીદેવી, પોપટભાઈ કગથરા, દેવકરણભાઈ આદ્રોજા, જ્યોતીસિંહ જાડેજા, દિલુભા જાડેજા, રઘુભા ઝાલા, જે પી જેસ્વાણી, બંસીભાઇ કચોરીયા, મોમ્જીભાઈ પીલોજપરા, વાઘજીભાઈ મિસ્ત્રી, ભાવેશભાઈ શાહ, ધોભુભાઈ કારીઆ, બીપીનભાઈ લહેરૂ, નાથાભાઈ ડાભી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

        સમારોહમાં ફક્ત દીકરીઓ હોય તેવી ૩૧ માતાઓને સન્માનપત્ર, સાદી અને રૂ ૧૧૦૦ નો બોન્ડ અર્પણ કરવામાં આવેલ. સમારોહમાં નદીમભાઈ પંજવાણી દ્વારા ગરીબ માતાની  બાળકીને દત્તક લેવાની જાહેરાત કરેલ તો ગરીબ બાળકીઓને જયદીપ એન્ડ કુ. વાળા દિલુભા જાડેજા તરફથી ૨૧ હજારનું અનુદાન આપવામાં આવેલ. કાર્યક્રમના દાતા રામજીભાઈ રબારી દ્વારા માતાઓને જયારે પણ જરૂરત પડે ત્યારે પડખે ઉભા રહેવાનું આશ્વાસન આપેલ અંતમાં કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો અને સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યું હતું કાર્યક્રમમાં પરમાણુ સહેલી ડો. નીલમબેન ગોયલે ખાસ હાજરી આપી હતી તેમજ સંસ્થાના સેક્રેટરી હર્ષદભાઈ ગામીની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat