Billboard ad 1150*250 Billboard ad 1150*250

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા શાળા-કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્રારા સંકલીત બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો, બાળમજુરી, જે.જે.એકટ, પોકસો, બાળકોના કાયદાઓ અને બંને કચેરીને લગતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શહેરની એલ ઈ કોલેજ અને ઓમ શાંતિ સ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડો.વિપુલ શેરસીયા તેમજ બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર ખ્યાતીબેન પટેલ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનો શાળા/કોલેજના સ્ટાફગણ તથા બાળકોએ લાભ લીધેલ હતો.

Comments
Loading...
WhatsApp chat